Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જર્મનીના વિટન શહેરમાં સાયકલ સિનેમા ખોલવામાં આવ્યું

નવી દિલ્હી: સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે હવે ડ્રાઈવ-ઈન સિનેમાનો કોન્સેપ્ટ આકાર લઈ રહ્યો છે. જોકે એ માટે તમારી પાસે કાર જ હોવી જરૂરી નથી. સાઈકલ લઈને પણ તમે આવા સિનેમામાં જઈ શકો છો. જર્મનીના વિટન શહેરમાં વિદ્યાર્થીઓ માટે ટેમ્પરરી બાઈસીકલ સિનેમા ખુલ્યુ છે.જેમાં ઓપન ગ્રાઉન્ડમાં સાયકલ લઈને સ્ટુડન્ટસ ફિલ્મ જોવા જઈ શકે છે. એકદમ છૂટીછવાઈ બે-બે ખુરશીઓ પણ ગોઠવેલી હોય છે એની બાજુમાં જ સાયકલ પાર્ક કરીને ફિલ્મ માણી શકાય છે.

(5:50 pm IST)