Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ઇરાનદ્વારા છોડવામાં આવેલ મિસાઇલથી અમેરિકી યુદ્ધ જહાજ સંપૂર્ણ રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: વ્યુહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (સમુદ્રખાડી)માં અમેરિકી એરક્રાફટ કેરિયર (યુદ્ધ જહાજ)ની પ્રતિકૃતિ-ડમી બનાવી ઈરાને એના પર મિસાઈલ્સ છોડયા હતા. આ મોક ડ્રીલમાં એટલા મિસાઈલ છોડવામાં આવ્યા હતા કે અમેરિકી લશ્કરને તેના બે પ્રાદેશિક બેસને થોહો સમય એલર્ટ કરવા પડયા હતા.

          અમેરિકી નૌકાદળે મોક-ડ્રીલને તહેરાનની બે જવાબદાર અને બેફામ વર્તણુંક ગણાવી તેને દાદાગીરી અને બળજબરીનો પ્રયાસ ચીતર્યો હતો. અખાતના દરિયામાં તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે તંગદીલી વધી છે. એવા સંજોગોમાં આ કવાયત થઈ છે.

(5:44 pm IST)