Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પાકિસ્તાનની અદાલતમાં જજની સમક્ષ એક શખ્સની ગોળી મારીને હત્યા થતા અરેરાટી

નવી દિલ્હી: પાકિસ્તાન કોર્ટની અંદર જ જજની સામે અહમદી સમુદાયના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કોર્ટમાં ઈશનિંદ સાથે સંલગ્ન કેસની સુનાવણી ચાલી રહી હતી. મૃતક વ્યક્તિ તાહિર અહમદ નસીમ પર ઈશનિંદાનો આરોપ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરે તાહિરને 6 ગોળીઓ મારી હતી. તાહિર અમેરિકાનો નાગરિક હતો અને અમેરિકાએ આ સમગ્ર ઘટનાની આકરી નિંદા કરી છે.

          પોલીસે જણાવ્યું હતું કે, તાહિર અહમદ નસીમની ઈશનિંદાના આરોપમાં બે વર્ષ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં જજ શૌકતુલ્લા ખાનની સામે ગોળી મારી દીધી હતી. કોર્ટ પરિસરના મુખ્ય દરવાજાની પાસે અને અંદર કડક સુરક્ષા વ્યવસ્થા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક નસીમ માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો.

(5:43 pm IST)