Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

આ ત્રણ શખ્સોએ અજગરના મોઢામાંથી શ્વાનનો જીવ બચાવ્યો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દિવસે ને દિવસે ઘણું બધું વાયરલ થતું રહે છે અને હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ત્રણ વ્યક્તિ હિંમત દેખાડીને એક શ્વાનને અજગરની જપટમાંથી બચાવી રહ્યા છે વિડીયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે જેમાં ત્રણ વ્યક્તિ સાથે મળીને એક શ્વાનને અજગરની ચુંગાલમાંથી બચાવી રહ્યા છે.હજુ સુધી જાણવામાં આવી રહ્યું નથી ઘટના ક્યાંની છે પરંતુ સોશિયલ મીડિયા પર વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા બધા લોકો વીડિયોને જોઈ ચુક્યા છે.

 

(3:38 pm IST)