Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ભુલથી પણ ભીના વાળ કરીને ન સૂતા

ઘણા લોકો આળસના કારણે ભીના વાળ હોય અને સૂઈ જાય છે. જે સ્વાસ્થ્ય માટે  હાનિકારક છે. તેનાથી શરદી, ઉધરસ ઉપરાંત અન્ય ગંભીર બીમારી પણ થઈ શકે છે. જ્યારે તમે ભીના વાળમાં સૂવો છો તો તમારા ભીના વાળ અને ઓશિકુ સંપર્કમાં આવે છે. જેના કારણે બેકટેરિયાને ઉછરવાની જગ્યા મળી જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

 શું તમને કયારેય ગરદનની માંસપેશીઓના એરટેલની ફરીયાદ થઈ છે. તેનું એક કારણ છે તાપમાનમાં અંતર, જે ભીના વાળના કારણે થાય છે. જે ગરદનની આસપાસના ભાગમાં તમને મહેસૂસ થાય છે. પરંતુ, આ કારણે તમને ચહેરા સહિત આખા શરીરમાં લકવો પણ થઈ શકે છે.

 ઙ્ગભીના વાળ કરીને સૂવાથી માથાની ત્વચામાં નમી બની જાય છે. જેના કારણે ખંજવાળ આવવા લાગે છે. જે એક ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. અથવા તો તમને એલર્જી પણ થઈ શકે છે.

 ભીના વાળે સૂવાથી સૌથી સામાન્ય સમસ્યા સવારે ઉઠો ત્યારે માથાનો દુઃખાવો થઈ જાય છે. જે ઝડપથી તાપમાનમાં ફેરફાર થવાને કારણે થાય છે. ભીના માથે સુવાથી માથામાં ખોળો પણ થઈ જાય છે.

(9:08 am IST)