Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ચીનના વર્ચસ્વને ખતમ કરવા અમેરિકા અબજો ડોલર ખર્ચવાની તૈયારીમાં હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકા, ચીની વર્ચસ્વને તોડવા માટે મોટા પાયે ખર્ચ કરવા આયોજન કરી રહ્યું છે. અમેરિકાનું સંસદ-ગૃહ સેનેટ માને છે કે ચીન, અમેરિકા સામેનો સૌથી મોટો ભૂ-રાજનૈતિક તથા ભૂ-આર્થિક પડકાર છે. આથી વિશ્વની આ મહાસત્તાએ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇનોવેશન એન્ડ કોમ્પિટિશન એકટ, 2021 બિલ પસાર કર્યું છે, કે જેથી 250 અબજ ડોલરથી વધુ ખર્ચીને અમેરિકાને ટેકનિકલ સંશોધન અને ઉત્પાદનમાં સૌથી મોખરે રાખી શકાય.

નોંધનીય છે કે આ ખરડાને સંસદના રિપબ્લિકન તથા ડેમોક્રેટ એમ બંને પક્ષોના સભ્યોનો ટેકો છે. બંને પક્ષો કોઇ એક મુદ્દે સંમત હોય એવું જવલ્લેજ બને છે. 100 સભ્યોના સેનેટના ગૃહમાં 68 જ ખરડાની તરફેણમાં પડયા, જ્યારે બાકી 32 સભ્યો એના વિરોધી રહ્યા. અમેરિકામાં બંને રાજકીય પક્ષો ચીનના આર્થિક અને લશ્કરી મહત્વકાંક્ષાને કાપવા માટે કેવા એકસંપ થયા છે એ ઉપરોક્ત વોટિંગ-પેટર્ન પરથી સ્પષ્ટ થાય છે, એમ એક નિષ્ણાતે કહ્યું.સમર્થકોના મતાનુસાર, કોઇ એક કાર્ય માટે 250 અબજ ડોકાટનો ખર્ચ, એ, અમેરિકી ઇતિહાસમાં સૌથી મોટા ઔદ્યોગિક પેકેજ પૈકીનું એક છે. છેલ્લા અનેક દાયકાઓમાં વૈજ્ઞાાનિક સંશોધન માટે દેશ દ્વારા કરાયેલું આ સૌથી મોટું રોકાણ છે. ખરડાનો ઉદ્દેશ, અનેક પ્રકારના ઉપાયો સાથે, ચીન જોડેની હરીફાઇમાં અમેરિકાને મજબૂત કરવાનો છે.

(6:28 pm IST)