Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં કોરોનાના ડેલ્ટા વેરિઅંટથી લોકડાઉનની જાહૅરાત કરવામાં આવી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હવે મોટી મુસિબતને લઇને આવી રહ્યો છે. અંદાજે ૧૦ મિલિયન ઓસ્ટ્રેલિયન લોકો માટે આ એક મોટી સમસ્યા બનીને આવી રહ્યો છે. જેના કારણેે હવે લોકોને લોકડાઉનમાં રહેવાની ફરજ પડી રહી છે. હવે ઓસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેનમાં પણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાનું ચોથું શહેર બન્યુ છે, જ્યાા લોકડાઉન લાદવામાં આવ્યુ છે. બ્રિસ્બેનમાં કુલ ત્રણ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. જે મંગળવાર સાંજથી શરૂ થશે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન પહેેલા સિડની, પર્થ અનેે ડાર્વિનમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ક્વીંસલેંડનાં અધિકારીનાં કહેવા મુજબ વિદેશીઓનું આગમન વાયરસ સાથે થવાથી મુખ્ય શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. બ્રિસ્બેનની આસપાસનાં વિસ્તારોને પણ લોકડાઉન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી ૩૦,૫૦૦થી વધારે લોકો સંક્રમિત થયા છે અને ૯૧૦ લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા છે.

(6:24 pm IST)