Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સ્ટ્રેસ ઓછો થતાં ફરી કાળા થવા લાગે છે સફેદ વાળ!! : અભ્યાસમાં દાવો

તણાવની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ વાળ અને ત્વચાને પણ ડલ બનાવી દે છે

નવી દિલ્હી,તા.૩૦: તણાવ કે સ્ટ્રેસના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. તણાવની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ તે વાળ અને ત્વચાને પણ ડલ બનાવી દે છે. અત્યાર સુધી આપણે જાણતા હતા કે તણાવના લીધે વાળ હંમેશા માટે સફેદ થઇ જાય છે, પરંતુ હવે શોધમાં ખુલાસો થયો છે કે જો આપણે તણાવ મુકત થઇ જઇએ તો સફેદ વાળ ફરી કાળા થઇ શકે છે. ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યૂનિવર્સિટીમાં કરાયેલ આ અભ્યાસમાં પહેલી વાર મનોવૈજ્ઞાનિક તણાવથી સફેદ થતા વાળની સંખ્યા આધારિત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, તણાવ ખતમ થવા પર વોલન્ટિયર્સના વાળ ફરી કાળા થવા લાગ્યા. આ જોઇને સંશોધકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ પરીણામ તાજેતરમાં ઉંદરો પર થયેલ અભ્યાસની એકદમ વિપરીત છે, જેમાં સામે આવ્યું હતું કે તણાવથી સફેદ થયેલા વાળ સ્થાયી હોય છે.

પિકાર્ડે જણાવ્યું કે, અમારા આંકડાઓથી તે વાત પર તારણ મળે છે કે માનવીય વધારો સ્થાયી જૈવિક ક્રિયા નથી, પરંતુ તેને રોકી કે અસ્થાયી રીતે બદલી શકાય છે. વાળમાં જૈવિક ઇતિહાસ છુપાયેલ છે. જયારે તે ત્વચામાં રોમના રૂપમાં હોય છે, ત્યારે તેમના પર તણાવથી શરીરમાં થનાર બદલાવની અસર થાય છે. ત્વચાની બહાર આવીને મજબૂત બની જાય છે. સ્કેનરથી જોઇએ તો તેમના રંગમાં ખૂબ નજીવું પરીવર્તન જોવા મળે છે. શોધમાં તે જ પરીવર્તનને પકડવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, તણાવ હોવાથી માણસની કોશિકાઓના પાવરહાઉસ કહેવાતા માઇટોકોન્ડ્રિયામાં બદલાવ આવે છે. જેનાથી વાળમાં મળતા અસંખ્ય પ્રોટીન બદલી જાય છે અને કાળા વાળનો રંગ સફેદ થઇ જાય છે. પિકાર્ડના જણાવ્યા અનુસાર, ૧૪ વોલન્ટિયર્સના તણાવના આધારે પરીણામોની સરખામણી કરવામાં આવી અને જાણવા મળ્યું કે, રજા પર રહેવા દરમિયાન એક વોલન્ટીયરના પાંચ વાળ ફરી કાળા થઇ ગયા હતા. અર્થાત્ રંગ બદલ્યો તો વાળના ૩૦૦ પ્રોટીનમાં પરીવર્તન આવ્યું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, એક ખાસ પ્રોટીન જેને CDK કહેવામાં આવે છે, સેલને ડેમેજ કરવા લાગે છે. આ પ્રોટીન તણાવની સ્થિતિમાં ઝડપથી બને છે. એવામાં તણાવ હોવા પણ કાળા વાળ સફેદ થવા લાગે છે.

તણાવ અને ચિંતા થવા પર કોર્ટિસોલ નામના હોર્મોન વધુ માત્રામાં નીકળવા લાગે છે. આ તે સેલ્સને ખરાબ રીતે પ્રભાવિત કરે છે જે વાળ અને શરીરના રંગને સામાન્ય જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. જો કે પિકાર્ડનું કહેવું છે કે વાળ એક હદ સુધી જ સફેદ થશે. તેમ ન વિચારવું જોઇએ કે સફેદ વાળ ધરાવતા ૭૦ વર્ષીયના વાળ તણાવ મુકત થવા પર કાળા થઇ જશે કે ૧૦ વર્ષીય બાળકમાં તણાવથી વાળ સફેદ થઇ જશે.

(3:40 pm IST)