Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

દક્ષિણી અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં બોંબ ફાયરિંગની ઘટનામાં બાળકો સહીત 23 શખ્સોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમાન્ડ પ્રાંતના ભીડભાડવાળા બજારમાં થયેલા કાર બોમ્બિંગ અને મોર્ટાર શેલના મારામાં બાળકો સહિત 23 વ્યક્તિઓના મોત થયા છે, દેશના સાંગિન જિલ્લાની ઘટના માટે તાલિબાન અને અફઘાન લશ્કર બંને એક-બીજા પર દોષનો ટોપલો ઢોળે છે.

             તાલિબાનોના કબજા હેઠળના વિસ્તાર અંતરિયાળ હોવાથી અને પત્રકારો માટે ત્યાં પહોંચવુ અશક્ય જેવુ હોવાથી હુમલાના બનાવની વિગતો સ્વતંત્રપણે તાત્કાલિક પાકે પાયે મળી શકી નથી. ગવર્નર જનરલ મોહંમદ યાસિનની ઓફિસે પ્રસિધ્ધ કરેલા નિવેદનમાં આથી વધારે વિગતો જણાવાઇ નથી. કોઇ જૂથે હુમલાની જવાબદારી માથે લીધી નથી.

(6:23 pm IST)