Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

તમને પણ ઉંધા સૂવાની આદત છે? તો સર્તક રહેજો

સારા સ્વાસ્થ્ય માટે સારી ઉંઘ લેવી  જરૂરી છે. સૂતી વખતે બધા વ્યકિત અલગ-અલગ પોઝીશનમાં સૂવે છે. પરંતુ, શું તમે એ વાત જાણો છો કે તમારી સૂવાની રીતની પણ તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે. કેટલાક લોકો ઉંધા સૂવે છે, તો કેટલાક લોકો સીધા સૂવે છે. જો તમે પણ ઉંધા સૂવો છો તો સતર્ક રહેજો. કારણ કે આદતના કારણે તમે કેટલીય બીમારીઓનો શિકાર થઈ શકો છો.

જે લોકો દરરોજ ઉંધા સૂવે છે, તેને હંમેશા માથાના દુઃખાવાનો સામનો કરવો પડે છે. ઉંધુ સૂવાથી ગરદનની પોઝીશન યોગ્ય રહેતી નથી, જેના કારણે માથામાં રકતનો યોગ્ય સંચાર થતો નથી અને માથુ દુઃખે છે.

જે લોકો ઉંધા સૂવે છે, તેના ચહેરા પર ખીલ અને ડાઘ પણ વધુ હોય છે. ઉંધા સૂવાથી ચહેરાની ત્વચાને યોગ્ય રીતે ઓકિસજન મળતુ નથી. સાથે બેડ પર રહેલ બેકટેરિયા પણ ચહેરાના સંપર્કમાં આવે છે, જેના કારણે બધી સમસ્યાઓ થાય છે.

ઉંધુ સૂવાથી પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે. આવી રીતે સૂવાથી ખોરાકનું પાચન થતુ નથી. જેના કારણે તમારૂ પેટ ખરાબ થવાની શકયતા રહે છે. કયારેક આ પેટની સમસ્યા ખૂબ જ ગંભીર રૂપ પણ લઈ લે છે.

સારૂ રહેશે કે ઉંધા સૂવાના બદલે તમે સીધા સૂવાનું શરૂ કરો. તેને એક આદર્શ પોઝીશન ગણવામાં આવે છે.

(10:09 am IST)