Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

તમારૂ બ્લડ પ્રેશર લો છે? તો ભુલથી પણ ન કરતા લસણનું સેવન

લસણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આજકાલ બધી વાનગીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. લસણ એન્ટીબેકટેરીયલ, એન્ટી-ફગલ અને એન્ટી-ઓકિસડન્ટ હોય છે. જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ, શું તમે જાણો છો લસણથી અમુક પ્રકારનું નુકશાન પણ થાય છે.

. જે લોકોનું બ્લડ પ્રેશર લો થાય છે તેના માટે લસણ નુકશાનકારક છે. તેના સેવનથી બ્લડ પ્રેશર વધુ લો થઈ જાય છે, જે જીવલેણ બની શકે છે.

. જે લોકોને એમોનિયાની બીમારી છે, તેને લસણનું સેવન ન કરવુ જોઈએ. લસણ શરીરમાં જઈ ફેટ અને રકત બંનેને બાળવાનું કામ કરે છે.

. એસીડીટીની સમસ્યા હોય તો લસણનું સેવન ન કરવુ જોઈએ. તેનાથી એસીડીટી વધે છે.

(10:09 am IST)