Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ત્રણ ટપુડાઓને સ્પાઇડરમેન બનવાના અભરખા જાગતા હાથે કરીને બ્લેક વિડો સ્પાઇડરને છંછેડીને ડંખ ખાધા

ન્યુયોર્ક,તા.૩૦ : સાઉથ અમેરિકાના બોલિવિયાના પોતોસી પ્રાંતના રહેવાસી પરિવારનાં ત્રણ બાળકો સ્પાઇડરમેનના જબરા ચાહક હતા જેમ સ્પાઇડરમેન ફિલ્મમાં  બ્લેક વિડો સ્પાઇડર નામે ઓળખાતી જાતિના કરોળિયાના ડંખને કારણે  ફિલ્મનો હીરો સ્પાઇડરમેન બને છે એ રીતે સ્પાઇડરમેન બનવાનો અભરખો એ ત્રણ બાળકોને જાગેલો. તેમની ઉંમર ૮, ૧૦ અને ૧૨ વર્ષની હતી. એ ત્રણ છોકરાઓએ રીતસર બ્લેક વિડો સ્પાઇડર શોધીને એમને એમના હાથ પર ચડાવ્યા અને નાનકડી લાકડીના ગોદા મારી-મારીને એને ડંખ મારવાની ફરજ પાડી. એને કારણે એ ત્રણમાંથી કોઈ સ્પાઇડરમેન તો ન બન્યું, પણ તેમની સ્થિતિ કફોડી થઈ ગઈ. દસેક મિનિટોમાં ત્રણેય પરસેવે રેબઝેબ થઈ ગયા, શરીર ધ્રુજવા માંડ્યું અને શરીર તાવમાં ધગધગવા માંડ્યું. સ્નાયુઓમાં સખત દુખાવો થતાં બૂમાબૂમ કરવા માંડ્યાં  સદ્નસીબે તેમના માતા-પિતા ત્યાંથી પસાર થતાં તેમને સમયસર હોસ્પિટલમાં દાખલ કરી શકાયાં હતાં. ત્યાં તાત્કાલિક સારવાર શરૂ કરાતાં લાંબી સારવાર બાદ ત્રણેય બચી શકયાં હતાં.

(10:55 am IST)