Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમેરિકાના ૧૦૩ વર્ષના દાદીએ કોરોનાને હરાવ્યોઃ બીયર પીને કર્યુ સેલિબ્રેશન

૧૦૩ વર્ષના જેનીનીએ કોરોનાને હરાવ્યા પછી સેલિબ્રેશનનો વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે

ન્યુયોર્ક, તા.૩૦: ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને વિશ્વમાં મોટી સંખ્યામાં લોકોમાં મોત પણ નીપજયા છે. વિશ્વના અલગ-અલગ દેશના વૈજ્ઞાનિકો કોરોનાની વેકસીન બનાવવા માટે દિવસ-રાત એક કરીને પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી વેકસીન શોધવામાં સફળતા મળી નથી. કોરોના વાયરસના કારણે હાલ સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અમેરિકાની છે. અમેરિકામાં કોરોનાના કારણે એક લાખ લોકોના મોત નીપજયા છે અને ૧૭ લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. અમેરિકાનું ન્યૂયોર્ક કોરોનાથી સૌથી વધારે પ્રભાવીત થયું છે. ત્યારે અમેરિકામાં ૧૦૩ વર્ષના દાદીએ હોસ્પિટલમાં સારવાર લઇને કોરોનાને હરાવ્યો છે અને તેઓએ આ ખૂશી બીયર પીને સેલીબ્રેટ કરી છે.

રિપોર્ટ અનુસાર ૧૦૩ વર્ષની ઉમરે જેમને કોરોનાને હરાવ્યો છે, તે દાદીનું નામ જેનીની છે. ૧૦૩ વર્ષના દાદી જેનીનીને તાવ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડાઙ્ખકટરો દ્વારા જેનીનીનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે ડોકટરોને જાણવા મળ્યું હતું કે, જેનીની કોરોના પોઝિટિવ છે. જેનીનીને તેમની પૌત્રી શેલી ગને હોસ્પિટલમાં હિંમત આપી હતી. પૌત્રીનો ઇચ્છાશકિતના કારણે ૧૦૩ વર્ષના દાદીએ કોરોનાને હરાવ્યો હતો. સારવાર બાદ જેનીનીએ કોરોનાને હરાવતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા બીયર પીવડાવીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ. ૧૦૩ વર્ષના જેનીનીએ કોરોનાને હરાવ્યા પછી સેલિબ્રેશનનો વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઇટાલીના રીમિની શેરમાં ૧૦૧ વર્ષના વર્ષના દાદાએ પણ કોરોનાની સામે જંગ જીતી છે. કોરોનાને ૧૦૧ વર્ષની ઉમરે હરાવનાર વ્યકિતનું નામ મિસ્ટર પી છે. મિસ્ટર પીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને રીમિનીની ઓસ્પેદેલ ઇનફર્મિ ડી રીમિની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેઓએ થોડા દિવસોની સારવાર બાદ કોરોનાને હરાવ્યો હતો. મિસ્ટર પીનો જન્મ ૧૯૧૯માં થયો હતો. રીમિનીના વાઈસ મેયર ગ્લોરિયા લોસીએ આ બબાતે જણાવ્યું હતું કે, ૧૦૦થી વધુ વર્ષના વ્યકિતને કોરોનાથી સ્વસ્થ થતા જોઈએ આપાણા બધાના ભવિષ્યની આશા બંધાણી છે. દાદા એક પાઠ ભણાવી ગયા કે, ૧૦૧ વર્ષની ઉમરે પણ જીવન સમાપ્ત થતું નથી.

(9:48 am IST)