Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

હરતું ફરતું હેર-સેલોં

જયારથી મોબાઇલ આવી ગયા છે ત્યારથી આપણને બધું જ કામ હાલતાં-ચાલતાં થઇ જાય એવી આદત પડી ગઇ છે. લંડનમાં ક્રિસ રોબર્ટન નામના બાર્બરભાઇએ શહેરના કોઇ એક જ ખુણે પોતાનું હેર-સેલોં ખોલવાને બદલે શહેરમાં ગમે ત્યાં ફરી શકે એવી વેનમાં જ સેલોં ખોલી નાખ્યું છે. રપ વર્ષના ક્રિસે ટ્રિમ-ઇટ કંપની દ્વારા શરૂ થયેલા મોબાઇલ સેલોંના સ્ટાર્ટઅપના ભાગરૂપે વેનમાં સેલોં ખોલ્યું છે. હવે આ ભાઇ શાંત ગલીઓમાં ગાડી લઇને પહોંચી જાય છે અને આવતા-જતા લોકોને વાળ ટ્રિમ કરવા હોય તો ત્યાં આવીને કરાવી લે છે.

(3:41 pm IST)