Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વિશ્વની સૌથી લાંબી નોન સ્‍ટોપ અેરલાઇનનો રેકોર્ડ‌ સિંગાપુર અેરલાઇન્સના નામે થયોઃ સિંગાપુરના ચાંગીથી અમેરિકના ન્‍યૂયોર્ક વચ્‍ચે નોનસ્‍ટોપ ૧૮ કલાક વિમાન ઉડશે

ન્‍યૂયોર્કઃ દુનિયાના સૌથી મોંઘા દેશ સિંગાપુરે ફરી એકવાર રેકોર્ડ સર્જ્યો છે. આ વખતે સિંગાપુર એરલાઇન્સે દુનિયાની સૌથી લાંબી ફ્લાઇટ શરૂ કરી છે, જે સિંગાપુરના ચાંગીથી અમેરિકાના ન્યૂયોર્ક માટે ઉડાન ભરશે. સિંગાપુર એરલાઇન્સે ધ એરબસ A350-900ULR ખરીદી છે, આ વિમાન 10,300 માઇલ એટલે કે 16576 કિમીની સફર 18 કલાક અને 45 મિનિટમાં પૂર્ણ કરશે. અગાઉ આ રેકોર્ડ કતાર એરવેઈઝના નામે હતો, જેની ફ્લાઇટ 14,535 કિમીની સફર 16 કલાક અને 23 મિનિટમાં પૂર્ણ કરે છે.

એરબસમાં 161 મુસાફરની ક્ષમતા ધરાવે છે, જેમાં 67 બિઝનેસ ક્લાસ અને 94 પ્રિમિયમ ઇકોનોમી ક્લાસ છે, ઉલ્લેખનીય છે કે આ એરબસમાં ઇકોનોમી ક્લાસ નથી. આ સાથે જ સિંગાપુર એરલાઇન્સ વિશ્વની સૌથી લાંબી નોન સ્ટોપ ઉડાન ભરવા માટેનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

સિંગાપુર એરલાઇન્સનું વિમાન ધ એરબસ એ350-900યુએલઆર લાંબા પ્રવાસ માટે છે, જે નોન સ્ટોપ ફ્લાઇટનો રેકોર્ડ બનાવી અને સિંગાપુરથી નોન સ્ટોપ ન્યુયોર્ક જશે. સિંગાપુર એરલાઇન્સે આ માટે લાંબી એરબસ એ350-900ની ખરીદી હતી. વિમાન કંપનીએ 67 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી કંપની પાસે હાલમાં 21 વિમાન સામેલ થઇ ગયા છે. નવા વિમાનનું 23 એપ્રિલે લગભગ પાંચ કલાક સુધી પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને ફ્રાન્સના તુલુઝ સ્થિત એરફ્રામર એસેમ્બલી પ્લાન્ટથી રવાના કરવામાં આવ્યું હતું. લાંબા અંતરની એરબસ એ350-900 ULR 11,160 માઇલની અસાધારણ ઉડાન ભરવામાં સક્ષમ છે, જે પાછલા સ્ટાન્ડર્ડ 350થી લગભગ 1,800 માઇલ વધુ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ દુનિયાની સૌથી લાંબી ફ્લાઇટનો રેકોર્ડ કતાર એરવેઝઇના નામે હતો, દોહાથી ટેક ઓફ થયેલી કતાર એરવેઈઝની ફ્લાઈટ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પહોંચે છે, 16 કલાક અને 23 મિનિટ જેટલા સમયમાં ફ્લાઈટે 14,535 કિમીનો સફર કર્યો હતો. કતાર એરવેઇઝની ફ્લાઇટ આ ફ્લાઇ પાંચ દેશોમાં 10 ટાઈમઝોનને પાર કરીને સફર કરે છે.

(7:11 pm IST)