Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

બેલ્‍જિયમમાં શંકાસ્‍પદ આતંકવાદી હુમલામાં ત્રણ જણના મોત

લીજ તા. ૩૦ : બેલ્‍જિયમના એક શહેરમાં એક વ્‍યક્‍તિએ કરેલા ગોળીબારમાં બે પોલીસ સહિત ત્રણ વ્‍યક્‍તિનાં મોત થયા હતા. આ હુમલો શક્‍યતઃ ત્રાસવાદી હુમલો હોઇ શકે.

બેલ્‍જિયમના લીજ શહેરમાં સવારે ૧૦.૩૦ વાગ્‍યે એક હુમલાખોરે બે પોલીસ અધિકારીનો પીછો કરીને અનેક વખત છરા માર્યા હતા. ત્‍યાર બાદ હુમલાખોરે પોલીસના જ હથિયાર વડે એમને ગોળી મારીને ઠાર કર્યા હતા. ત્‍યાંથી પગપાળા આગળ વધતા હુમલાખોરે વાહનો પર હુમલા કર્યા હતા અને એક કારમાં બેઠેલા ૨૨ વર્ષના યુવાનને ગોળી મારી હતી. યુવાન ઘટનાસ્‍થળે જ મૃત્‍યુ પામ્‍યો હતો.

જોકે ત્‍યાર બાદ હુમલાખોર આગળ વધ્‍યો હતો અને એ લિઓની ડી વાહા સ્‍કૂલમાં પ્રવેશ્‍યો હતો. એણે ત્‍યાં કામ કરતી એક મહિલાને બંધક બનાવી હતી.

(2:46 pm IST)
  • સુરત બીટકોઈન કૌભાંડ મામલો : શૈલેષ ભટ્ટના ભાણેજ, નિકુંજ ભટ્ટ પાસેથી CID ક્રાઇમે 55 લાખ ની કિંમતના વધુ 11 બીટકોઈન રિકવર કર્યા. અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 160થી વધુ બિટકોઇન રિકવર કર્યા છે, જેની અંદાજી કુલ કિંમત રૂ. 9 કરોડ અંકાય છે. access_time 5:37 am IST

  • બેલ્જીયમમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મી સહીત ત્રણના મોત :બંદૂકધારીએ એક વ્યક્તિની હત્યા પહેલા બે પોલીસકર્મીને ગોળી મારી દીધી :સ્કૂલમાં તેને એક વ્યક્તિને બંધક પણ બનાવી ;પોલીસે હુમલાખોરને ઠાર કર્યો :આ ઘટના પૂર્વી ઔદ્યોગિક શહેર લીઝમાં બની હતી access_time 1:17 am IST

  • તાજેતરમાં મોરબી રોડ પર સમાધાનના બહાને ભેગા થયેલ યુવાનોએ, એક યુવાનને છરા વડે ઘાયલ કરતા થયેલ હત્યાના મામલામાં ચાર લોકોની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. access_time 5:24 am IST