Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મેક્સિકોના ઉતરી રાજ્યમાં વીમાન દુર્ઘટનામાં 6 લોકોના મોત

નવી દિલ્હી: મેક્સિકોના ઉતરી રાજ્ય નૂએવો લિયોનના ડેલ નોટર આંતરરાષ્ટિય એરપોર્ટ નજીક એક નાનું વિમાન દુર્ઘટનાનું શિકાર થતા ઓછામાં ઓછા 6 લોકોના મોત નિપજતા હોવાનું માલુમ પડી રહ્યું છે. દેશના નાગરિક સુરક્ષા અધિકારીઓએ આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે સીનેગા ડે ફ્લોરેસના નગરપાલિકામાં એક પરિવહન કંપનીનું આ નાનું વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું હતું જેમાં 6 લોકો સવાર હતા. મૃતક લોકોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષનો સમાવેશ થઇ રહ્યો છે.

(5:28 pm IST)