Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

બ્રિટનના સૌથી મોંઘા છૂટાછેડા: માતાથી છુટકારો મેળવવા પુત્રએ આપ્યા 760 કરોડ રૂપિયા

નવી દિલ્હી: છૂટાછેડાના ઘણા કેસો સામે આવતા રહે છે, જેમાં ક્યારેક એક પક્ષે બીજા પક્ષને ઘણા પૈસા આપવા પડે છે. બ્રિટનથી છૂટાછેડાની એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાના ઝઘડામાં પુત્ર દ્વારા માતાને લગભગ 760 કરોડ રૂપિયા આપવા પડશે. આ બ્રિટનના સૌથી મોંઘા છૂટાછેડા બતાવવામાં આવી રહ્યા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ આ નિર્ણય લંડનની એક કોર્ટે સંભળાવ્યો છે. આ આખી ઘટના લંડનની ફરહાદ-તાતિયાના નામની દંપત્તિ અને તેમના પુત્ર તૈમુર સાથે જોડાયેલી છે. પોતાના નિર્ણયમાં જજે આરોપી પુત્રને બેઈમાન ગણાવ્યો, જે પોતાના પિતાની સહાયતા માટે કંઈ પણ કરી શકે છે.

          ઉલ્લેખનીય છે કે તૈમુર ઈચ્છતો હતો કે પિતાની સંપત્તિમાં ભાગ ન પડે અને માતાને છૂટાછેડાના સમયે વળતર વધારે મળી ન શકે. રિપોર્ટ મુજબ, જજે પોતાના આદેશમાં કહ્યું કે અબજપતિ ફરહાદના પુત્ર તૈમુરે પોતાના પિતાની સંપત્તિને છુપાવી છે. પૈસાના છુપાવવાના આરોપ પર તૈમુરે જણાવ્યું હતું કે તેણે કૉલેજ દરમિયાન વેપાર કર્યો હતો, જેમાં તેને નુકસાન થયું. તેણે એવી દલીલ આપી કે તે પોતાના પિતાના આ પૈસાને પોતાની માતાથી છુપાવી રહ્યો નહોતો, પરંતુ વેપાર કરવા દરમિયાન તેને પૈસાઓનું નુકસાન થયું.

(5:25 pm IST)