Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

શાકભાજી સહીત દૂધની થેલી પર આટલા સમય માટે જીવિત રહે છે કોરોનાનો વાયરસ

નવી દિલ્હી: હવે આખી દુનિયામાં જાહેર સ્થળોએ એકસમાન દૃશ્ય જોવા મળી રહ્યું છે. લોકો પોતાની કોણીથી દરવાજા ખોલવાના પ્રયાસ કરી રહ્યા છે. ટ્રેન મારફત પ્રવાસ કરતાં લોકો કોચમાંનાં હૅન્ડલ પકડવાનું ટાળી રહ્યા છે. ઑફિસમાં કર્મચારીઓ રોજ સવારે તેમની ડેસ્ક સાફ કરતા જોવા મળે છે.

કોરોના વાઇરસનો સૌથી વધુ પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં કર્મચારીઓને પ્રૉટેક્ટિવ વસ્ત્રો મોકલવામાં આવી રહ્યા છે. આ કર્મચારીઓની ટીમો પ્લાઝા, પાર્ક્સ અને રસ્તાઓ પર ચેપને રોકતી દવાઓ છાંટતી હોય છે. ફ્લૂ જેવા બીજા શ્વસનતંત્ર સંબંધી વાઇરસની માફક કોવિડ-19 પણ, તેનો ચેપ જેને લાગ્યો હોય એ વ્યક્તિની છીંક કે ખાંસી વખતે મોં તથા નાકમાંથી નીકળતાં પાણીનાં ટીપાંથી ફેલાઈ શકે છે.

એક વાર છીંક ખાવાથી આવાં 3,000 ટીપાં પેદા થઈ શકે છે. એ ઝીણા કણ બીજા લોકો પર, તેમનાં કપડાં પર કે તેમની આસપાસની સપાટી પર પડી શકે છે. જોકે, કેટલાક નાના પાર્ટિકલ્સ હવામાં તરતાં રહી શકે છે.આ વાઇરસ મળ પર લાંબા સમય સુધી ટકી શકતો હોવાના થોડા પુરાવા પણ મળ્યા છે. તેથી ટૉઈલેટ જઈને આવેલી કોઈ વ્યક્તિએ તેના હાથ બરાબર ન ધોયા હોય તો, એ વ્યક્તિ જે કોઈ ચીજને સ્પર્શ કરે તેના પર ચેપ લાગી શકે છે.

(5:25 pm IST)