Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળ્યો બોટસવાનામાં: ૧૭૫૮ કેરેટના ડાયમન્ડનું વજન છે ૩૫૨ ગ્રામ

ડરબન, તા.૩૦: દક્ષિણ આફ્રિકાના બોટસવાનામાં કરોવે પ્રોજેકટની ખાણમાંથી લુકારા ડાયમન્ડ કોર્પોરેશનને ટેનિસ બોલ જેટલો મોટો હીરો મળ્યો છે. આ હીરો ૩૫૨ ગ્રામનો છે અને ૧૭૫૮ કેરેટનો છે. ડાયમન્ડ વિશેષજ્ઞોનું કહેવું છે કે કદની દ્રષ્ટિએ આ હીરો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો છે. સૌથી જાયન્ટ હીરો ૩૧૦૬ કેરેટનો હતો જે ૧૯૦૫માં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાંથી મળી આવ્યો હતો. આ પહેલાં મળી આવેલો બીજો સૌથી મોટો હીરો ૨૦૧૫ના કરોવે પ્રોજેકટમાંથી જ મળ્યો હતો જે ૧૧૦૯ કેરેટનો હતો. ડાયમન્ડના નિષ્ણાતોનું કહેવુ છે કે તાજેતરમાં મળી આવેલો જાયન્ટ ડાયમન્ડ કદમાં ભલે વિશ્વનો બીજા નંબરનો હીરો હોય, પરંતુ એની કિંમત એટલી મસમોટી નહીં આવે, કેમ કે હીરાનો રંગ પણ એટલો જ મહત્વનો હોય છે જે આ હીરાની વિશેષતા નથી.

(11:25 am IST)