Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

કુદરતી રીતે બાપ બનવું મુશ્કેલ થઇ જશે!

સતત ઘટી રહ્યા છે પુરુષોના સ્પર્મ કાઉન્ટ

આખરે કેમ ઘટી રહ્યા છે પુરુષોના સ્પર્મ કાઉન્ટ? વધતી ઉંમર, બદલાયેલી લાઈફસ્ટાઈલ ઉપરાંત બીજી એક ખતરનાક વસ્તુ પુરુષોની ફળદ્રુપતા ઓછી કરી રહી છે! : છેલ્લા ૪૦ વર્ષથી સતત ઘટી રહ્યા છે પુરુષોના સ્પર્મ કાઉન્ટ : આ જ સ્થિતિ રહી તો ૨૦૪૫ સુધીમાં તે ઝીરો પર પહોંચી જશે : બેબી પ્લાન કરતા કપલ્સને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવાની સલાહ

ન્યૂયોર્ક, તા.૩૦: ૨૦૪૫ સુધીમાં વિશ્વના મોટાભાગના કપલ્સને માતાપિતા બનવા માટે ટ્રીટમેન્ટ લેવી પડશે. ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ સ્કૂલ ઓફ મેડિસિનના એનવાયર્મેન્ટલ મેડિસિનસ અને પબ્લિક હેલ્થના પ્રોફેસર શાનન સ્વાને પુરુષોમાં સતત ઘટતા સ્પર્મ પર થયેલા રિસર્ચના આધારે આ આગાહી કરી છે. છેલ્લા ૪૦ વર્ષથી પુરુષોના સ્પર્મમાં થઈ રહેલા ઘટાડા પર ૨૦૧૭માં એક રિસર્ચ રિપોર્ટ પબ્લિશ થયો હતો.

અગાઉ પણ આ મામલાને દ્યણો ગંભીર ગણાવીને ચેતવણી આપી ચૂકેલા પ્રો. સ્વાનનું હવે કહેવું છે કે, માંડ ૨૫ વર્ષ બાદ મોટાભાગના કપલ્સને પ્રેગનેન્સી માટે ત્સ્જ્ જેવા ઓપ્શન પર આધાર રાખવો પડશે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનની સાથે વાત કરતાં પ્રો. સ્વાને જણાવ્યું હતું કે, ૨૦૧૭થી પુરુષોના સ્પર્મમાં થઈ રહેલા ઘટાડાને દર્શાવતા ગ્રાફને જોતા જ ખ્યાલ આવે છે કે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. જો આ જ સ્થિતિ રહી તો ૨૦૪૫ સુધીમાં સ્પર્મ કાઉન્ટ ઘટીને ઝીરો થઈ જશે.

તેમણે કહ્યું હતું કે, આ મૂલ્યાંકન અટકળો પર આધારિત છે. જેનો સ્પષ્ટ મતલબ થાય છે કે ૨૦૪૫ સુધીમાં કુદરતી રીતે પ્રજોત્પતિ કરવાનું મુશ્કેલ બની જશે. પુરુષોના સ્પર્મ ઘટવા પાછળનું સૌથી મોટું કારણ પ્લાસ્ટિક છે તેમ જણાવતા પ્રો. સ્વાન કહે છે કે, પ્લાસ્ટિકને ફ્લેકિસબલ બનાવવામાં વપરાતા Phthalatesના લીધે પ્લાસ્ટિકના તત્વો ખોરાકમાં ભળી જાય છે. પ્લાસ્ટિકમાં પેક ખોરાક આરોગવાથી તે શરીરમાં જાય છે, અને તેના કારણે ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટે છે.

લોકો બાળક પેદા કરવામાં પોતાની અસમર્થતા પાછળ મોટી ઉંમરમાં બેબી પ્લાનિંગ, લાઈફસ્ટાઈલમાં થયેલા ફેરફાર જેવા કારણોને જવાબદાર માને છે. જોકે, પ્લાસ્ટિકને કારણે તેઓ આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે તેવું માનવા તેઓ તૈયાર નથી. એવું પણ નથી કે આ કારણો તેની પાછળ જવાબદાર નથી, પરંતુ તેમાં સૌથી મોટો રોલ પ્લાસ્ટિકનો છે તે સમજવું જરુરી છે, તેમ પણ પ્રો. સ્વાને જણાવ્યું હતું.બેબી પ્લાન કરતા કપલ્સને સલાહ આપતા પ્રો. સ્વાન કહે છે કે આવા કપલ્સે એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે તેમના દ્યરમાં જે પણ વસ્તુઓ આવે છે તેની તેમના પર સીધી કે આડકતરી અસર પડે છે. તેઓ કપલ્સને અનપ્રોસેસ્ડ ફુડ ખાવાની ખાસ સલાહ આપતા કહે છે કે, તૈયાર ખોરાક ખાવાનું બને ત્યાં સુધી એવોઈડ કરવું જોઈએ. આ ઉપરાંત, રાંધતી વખતે ટેફલોન, પ્લાસ્ટિક કોટેડ ફુડ તેમજ પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાક રાખી તેને માઈક્રોવેવમાં ના મૂકવાની પણ તેઓ સલાહ આપે છે.

(12:14 pm IST)