Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

અફઘાનિસ્તાનમાં તાલિબાનના એક હુમલામાં 11 અફઘાન સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં એક તાલિબાન હુમલામાં ઓછામાં ઓછા 11 અફઘાન સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે દેશના રક્ષા મંત્રાલયદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલો અફઘાનિસ્તાનના ઉત્તર અને દક્ષિણ પ્રાંતમાં થયો હતો આ હુમલાની જવાબદારી હજુ સુધી તાલિબાનદ્વારા લેવામાં આવી નથી.

          વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ રાત્રીના સમયે દક્ષિણી જાબુલ પ્રાંતમાં એક સૈન્ય વિસ્તારને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા 6 સૈનિકોએ તો ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો.તેમજ ઓછામાં ઓછા ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી અને તેમને સારવાર દરમ્યાન દમ તોડ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:22 pm IST)