Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઉત્તર કોરિયામાં કોરોનાનો એક પણ કેસ પોજીટીવ ન હોવાનો ત્યાંની સરકારનો દાવો

નવી દિલ્હી: આખી દુનિયા કોરાના વાયરસના કારણે વધતા જતા કોવિડ-19ના કેસોથી પરેશાન છે. મુત્યુના આંકડા પ્રતિ કલાકે ખૂબજ ઝડપથી બદલાઇ રહયા છે ત્યારે આ રોગ કેટલાનો ભોગ લે છે એ અંગે વિશ્વ સમૂદાય ચિંતાતૂર બન્યો છે પરંતુ 2.55 કરોડની વસ્તી ધરાવતા ઉત્તર કોરિયા દેશને કોઇ જ પરવા નથી. છેલ્લા 70 વર્ષથી કિમ ફેમિલીનું ઉત્તર કોરિયા પર શાસન ચાલે છે જેમણે લોકોને બહારની દુનિયાથી સાવ અલિપ્ત રાખવામાં આવ્યા છે આથી ઉત્તર કોરિયામાં કોરોના વાયરસની કેટલી અસર થઇ છે એ અંગે પણ કશીજ માહિતી મળતી નથી.

દુનિયાના દેશો કોરોના વાયરસની મહામારી સામે રિસર્ચ, સ્ટડી અને ફંડ માટે એકબીજાને સહયોગ આપી રહયા છે તેવા સંજોગોમાં પરમાણુ શકિત ધરાવતા દેશે શકિતશાળી રોકેટ લોન્ચરનું પરીક્ષણ કર્યુ છે. ઉત્તર કોરિયા એક મહિનામાં સતત ચોથું પરીક્ષણ કર્યુ છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા રદ પરીક્ષણ સમયે કિમ જોગ ઉનનું નામ લેવામાં આવે છે એકેડમી ઓફ નેશનલ ડિફેન્સ સાયન્સ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણનું સંચાલન સત્તારુઢ દળના ઉપાધ્યક્ષ રી પ્યોંગ ચોલે કર્યુ હતું. 

(6:21 pm IST)