Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

છેલ્લા બે ત્રણ મહિનામાં ચીનમાંથી બે કરોડ જેટલા મોબાઈલ ડિએક્ટિવેટ થયા

નવી દિલ્હી: ચીનમાંથી કોરોના દુનિયાભરમાં ફેલાયો છે. ચીને હવે કોરોના ઉપર કાબુ મેળવી લીધો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવિક મૃત્યુ આંક જાહેર ન કર્યો હોવાનો આરોપ ચીન ઉપર લાગ્યો છે. એટલું જ નહીં, દાવો તો ત્યાં સુધી થાય છે કે ચીનમાં અચાનક છેલ્લાં ત્રણ માસમાં બે કરોડ ફોન બંધ થઈ ગયા હતા.

ચીનમાં સર્વિસ આપતી ટેલિકોમ કંપનીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો હતો એ પ્રમાણે છેલ્લાં બે-ત્રણ માસમાં સમગ્ર ચીનમાંથી બે કરોડ જેટલાં મોબાઈલ નંબર ડિએક્ટિવ થઈ ગયા છે. આ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ જાહેર થયું નથી, પરંતુ કોરોનાના સંક્રમણ પછી આ મોબાઈલ યુઝર્સના ફોન નિષ્ક્રિય થયા એ યોગાનુયોગ ન હોઈ શકે એવી દલીલ થઈ રહી છે.

(6:20 pm IST)