Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઈન્ટરનેટના વધતા વપરાશના કારણોસર અમેરિકામાં 50 વર્ષ જૂનું આ ન્યુઝ પેપર બંધ કરવામાં આવશે

નવી દિલ્હી: અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં ભારતીય સમુદાયના અવાજ તરીકે જાણીતું એક પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપર સોમવારે છેલ્લીવાર છપાશે. ભારતીય ન્યૂઝ પેપરની પ્રકાશક સંસ્થાએ ઈન્ટરનેટના વધતા વપરાશના કારણે પ્રિન્ટ આવૃત્તિને બંધ કરવાની જાહેરાત કરી છે. જાણો આ કયું અખબાર છે.

અમેરિકામાં છેલ્લા 50 વર્ષથી 'ઈન્ડિયા અબ્રોડ' નામનું એક ન્યૂઝ પેપર પ્રકાશિત થઈ રહ્યું હતું. આની શરુઆત 1970માં ભારતીય મૂળના અમેરિકી નાગરિક ગોપાલ રાજૂએ કરી હતી. તેના સમાચારોનું કેન્દ્ર ભારત સાથે જોડાયેલા સમાચારો હતા. જેના કારણે આ ન્યૂઝ પેપર ખૂબ ચર્ચામાં રહેતું હતું. એટલું જ નહીં તેનો વાચક વર્ગ પણ ઘણો મોટો હતો. 2001માં રેડિફ ડોટ કોમે આ ન્યૂઝ પેપરને તેના માલિક રાજુ પાસેથી ખરીદ્યુ હતું. 2016માં રેડિફે આ અખબારની માલિકી 8 માઈલ્સ મીડિયા ઈંકને વેચી દીધી હતી.

(6:18 pm IST)