Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સતત વધી રહેલ કોરોનાના કેસને ઝડપવા માટે જાસૂસી પેટર્ન અપનાવવામાં આવી

નવી દિલ્હી: કાશ્મિરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હવે શ્રીનગરમાં જિલ્લા મેજીસ્ટ્રેટ સાહિત ચૌધરીએ કોરોનાના શંકાસ્પદને ઝડપવા માટે જાસૂસી પેટર્ન અપનાવી છે. તેઓએ સમગ્ર શ્રીનગરમાં રીમોર્ટ હીટ મેપ ગોઠવ્યા છે. જે પાસેથી પસાર થનાર વ્યક્તિના શરીરનું ઉષ્ણતામાન તરત જ મપાઈ જાય છે. ઉપરાંત તેને ફોનથી ટ્રેક કરાય છે. જયાં ક્રાઉડ ભેગા થાય ત્યાં ડ્રોનથી ખ્યાલ આવી જાય છે અને તે ઉપરાંત તેઓએ રાજયના લોકોને પ્રાઈવેટ જાસૂસ બનાવી દીધા છે. તેઓ આસપાસ કોરોનાના કોઈ શંકાસ્પદ હોય તો તેની ઓળખ તુર્ત જ એક ચોવીસ કલાક ચાલતી હેલ્પલાઈન પર મોકલી શકે છે. આ સમગ્ર અભિયાનને તલાશ શ્રીનગર તેવુ નામ અપાયુ છે અને જણાવ્યું કે અમોને આ રીતે અત્યાર સુધીમાં શંકાસ્પદ કેસ મળ્યા છે.

(6:17 pm IST)