Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

બીચ પર તણાઇ આવેલા ૧૦૦૦ પાઉન્ડ વજનનો કોન્ક્રીટનો ગઠ્ઠાએ જગાવ્યું આશ્ચર્ય

અમેરિકાના નોર્થ કેરોલિનાના બીચ પર તણાઈ આવેલા૧૦૦૦ પાઉન્ડથી વધારે વજનના કોન્ક્રીટના ગઠ્ઠા વિશે લોકોમાં કૂતુહલ ફેલાઈ રહ્યું છે. કિલ ડેવિલ હિલ્સ પોલીસ ડિપાર્ટમેન્ટે લોકડાઉનના ગાળામાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે એ ગોળા કે ગઠ્ઠાને જોવા માટે ટોળે ન વળવા અને ભીડ નહીં કરવાની સૂચના આપી છે. જોકે એ ગઠ્ઠો કોઈ સ્ફોટક પદાર્થ કે અન્ય અજાયબી નહીં હોવાનું જાણકારોએ કહ્યું છે. એ ગઠ્ઠો સબમરીન ટ્રેઇનિંગનું ટાર્ગેટ હોવાની શકયતા જાણકારોએ દર્શાવી છે. અમેરિકન નૌકાદળના જવાનોએ એ ગઠ્ઠો સાફ કરીને સ્થળ પરથી હટાવ્યો છે અને એ ગઠ્ઠો કે ગોળો કયાંથી આવ્યો હશે એની તપાસ શરૂ કરી છે.

(3:38 pm IST)