Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સ્વિત્ઝરલેન્ડમાં ૩૬૦૦ કિલોનો ઈમર્જન્સી ઘંટ વાગ્યો

જયારે પણ કોઈ ક્રાઈસિસ આવી હોય ત્યારે લોકોને એનાથી ચેતવવા અને જરૂર પડયે મનોબળ વધારવા માટે સદીઓ પહેલાં ચર્ચમાં ઘંટ વગાડવાની પ્રથા હતી. તાજેતરમાં સ્વિટ્ઝલેન્ડના લોસેનમાં આવેલા એક ચર્ચમાં કોરોના વાયરસ સામેની ક્રાઈસિસથી જનતાને વાકેફ કરાવવા માટે ઘંટ વગાડયો હતો. આ ઘંટ ૧૫૧૮ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. જેનું વજન ૩૬૦૦ કિલો જેટલું છે. છ સદી જૂનો આ જાજરમાન બેલ દરરોજ રાતે દસ વાગ્યે વગાડવામાં આવશે.

(3:38 pm IST)