Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ચીનમાં 5.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા.  રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 મપાઈ હતી. યુરોપિયન-ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર (EMSC) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર EMSCએ જણાવ્યું કે ભૂકંપ સ્થાનિક સમયનુસાર 05:49 વાગ્યે આવ્યો હતો. જોકે ભૂકંપને કારણે લોકો ભયભીત થઈ ગયા છે પણ અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ ભૂકંપ શિનજિયાંગના અરલથી 111 કિ.મી. દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. જોકે કિર્ગિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8 મપાઈ હતી. 

(7:27 pm IST)