Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પાકિસ્તાનમાં ભૂખમરા સહીત આર્થિક સંકટનો સામના વચ્ચે 30લાખ રૂપીયાની મરઘીની લૂંટ થતા ચકચાર મચી જવા પામ્યો

નવી દિલ્હી: ભૂખમરી અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં આ દિવસોમાં હાલત ખરાબ છે. લોટ અને વીજળી જેવી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હાલત એટલી ખરાબ છે કે હવે લોકો પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘીઓની ચોરી કરવા લાગ્યા છે. ચોરીની આવી જ એક ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લામાંથી સામે આવી છે. રાવલપિંડીના જટલીમાં 12 હથિયારધારી શખ્સોએ પોલ્ટ્રી ફાર્મમાંથી મુરઘીઓની ચોરી કરી હતી. આ ઘટનામાં 12 લોકોએ ચોરીને અંજામ આપ્યો હતો, જેમાંથી આરોપીઓ પાસે હથિયાર પણ હતા. જેના આધારે કર્મચારીઓને બંધક બનાવીને 5 હજાર મુરઘીના બચ્યાને ચોરીને લઇને ભાગી ગયા. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઘટના બાદ પોલ્ટ્રી ફાર્મના માલિક વકાસ અહેમદે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે મોડી રાત્રે લગભગ 12 લોકો પોલ્ટ્રી ફાર્મમાં પહોંચ્યા. તેમાંથી એકની પાસે હથિયાર હતા. ઘટનાના સમયે ફાર્મમાં 3 કર્મચારીઓ હતા. આરોપીઓએ આ 3 કર્મચારીઓને બંધક બનાવી દીધા

(7:27 pm IST)