Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

સાઉદી અરબમાં ભારે વરસાદના કારણે મદીનામાં પૂર જેવી સ્થિતિઃ શાળા-કોલેજો બંધ

રિયાધ તા. ૩૦: સઉદી અરબમાં આવેલા ભીષણ પૂરના કારણે સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. પત્રિ શહેર મદીનામાં ડઝનો ગાડીઓ પૂરના કારણે વહી ગઇ છે. મળેલા રિપોર્ટ મુજબ સાઉદી અરબની રાજધાની રિયાધ અને પવિત્ર શહેર મદીના સહિત અનેક શહેરોમાં ભીષણ પૂરના કારણે ભારે વિનાશ થયો છે. રિયાધ અને તબુક સહિત અનેક શહેરોની તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે રિયાધ, મદીના, તબુક અને જુજાન સહિત સઉદી અરબના વિવિધ શહેરોમાં ધૂળ-માટી, તોફાન અને ભીષણ વરસાદે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત કરીનાખ્યંુ છે. મળેલી જાણકારી મુજબ સઉદી અરબમાં આવેલા ભીષણ પૂરે જયાં અનેક શહેરોનાં રહેણાંક વિસ્તારોને પ્રભાવિત કર્યા છે. ત્યાં પવિત્ર શહેર મદીનામાં ડઝનો ગાડીઓ પાણીમાં વહી ગઇ છે. સઉદી અરબના ઉત્તર પશ્ચિમ વિસ્તાર તબુકના મીડિયા પ્રવકતા અબ્દુલ અઝીઝ બિન ફરહાન અશ્શુમારીએ જણાવ્યું કે અમારી પાસે એવા ઘણા બધા ફોન કોલ આવ્યા છે. જેનાથી જાણવા મળ્યું છે કે ઘરમાં પાણી ભરાઇ ગયું છે. જેના કારણે અનેક  લોકો ઘર છોડવા પર વિવશ થઇ ગયા છે. આ દરમ્યાન સઉદી અરબના હવામાન વિભાગે જેદ્દાહ, અલ-જોફ, હીલ, મદીના, મક્કા, રિયાધ, પૂર્વ રાજ્ય, દક્ષિણ પશ્ચિમના પર્વતોમાં ઝડપી પવનની સાથે ભારે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. સઉદી પ્રશાસને દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ નિચાણવાળા વિસ્તારોમાં જવાથી બચે. વિમાન રદ થવાના કારણે જિદ્દાહ એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ લાગી ગઇ છે

(3:45 pm IST)