Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

આ બહેને હોઠથી કમ્પ્યુટર પર લખ્યા છે ૧૮ લાખ શબ્દો

બીજીંગ, તા.૩૦: ધારો કે તમારૃં શરીર કામ નથી કરતું, હાથ-પગ તમારી ઇચ્છા મુજબ હલાવી શકાતાં નથી, ગળાના સ્નાયુઓ સાથ ન આપતાં હોવાથી મનમાં જે ચાલુ રહ્યું છે એ બોલી પણ નથી શકતા. માત્ર તમે ગરદન હલાવીને હા-ના કહી શકે છો. આવી હાલતમા જિંદગી કેવી ઝેર જેવી લાગે? જોકે ચીનના ઝેન્જિઆન્ગ શહેરમાં રહેતી ૨૬ વર્ષની વાંગ કિઆન્જિન નામની યુવતીએ આટલી કપરી કસોટીઓ છતાં જીવનથી હાર નથી માની. હાલી-ચાલી કે બોલી શકતી ન હોવાથી સ્કૂલમાં જવાનું તેને નસીબ નથી થયું. એમ છતાં તે ચાઇનીઝ અને જેપનીઝ ભાષા વાંચતાં અને લખતાં શીખી ગઇ છે. હાથ ચાલતાં ન હોવાથી તેણે લખવાનું કામ હોઠથી શરૂ કાર્યું છે. કમ્પ્યુટર પર તે કીબોર્ડ પર હોઠ દ્વારા પોતાના વિચારો ટાઇપ કરે છે. તેણે પોતાના વિચારો ટાઇપ કરે છે. તેણે પોતાના મનમાં ચાલતા વિચારો અને તે જ મૂકપણે ઓબ્ઝર્વ કરે છે એ બધું જ ટાઇપ કરીને ઓનલાઇન તરતું મૂકવાનું શરૂ કયું છે. અત્યાર સુધીમાં વાંગે ૧૮ લાખ શબ્દોથી વધુ સાહિત્ય લખ્યું છે. તેણે લખેલી કેટલીક કૃતિઓને હજારો કિલકસ મળી હોવાથી હવે તેને લખવાના કોન્ટ્રેકટ પણ મળે છે. પોતાનાં લખાણો અને વિચારો માટે આ બહેન અનેક સ્થાનિક અવોર્ડસ પણ મેળવી ચૂકયાં છે. જયારે તેને કોઇ પૂછે છે કે તને કદી જીંદગીથી ફરિયાદ નથી થતી? ત્યારે બહેન હોઠથી ટાઇપ કરીને જવાબ આપે છે, 'તમારી જિંદગી આટલી પડકારજનક હોય ત્યારે દરેક ટ્રબલ માટે ચિંતા કરવાનું વ્યર્થ છે.'(૨૨.૩)

(3:44 pm IST)