Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

મળ ો વિશ્વના સૌથી લાંબા બિલાડાને, ૩ ફુટ ૧૧.૨ ઇંચની છે લંબાઇ

ઇટલીમાં રહેતા સિન્ઝિમ ટિનિરેલો અને એજર સ્કેન્ડુરા નામના કપલે બે વર્ષ પહેલાં પાળેલા બરીવેલ નામના બિલાડાએ તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. વાત એમ છે કે આ બિલાડાનું કદ એટલું લાંબુ છે કે એ જો બે પગ પર ઊભો થાય તો પાંચ-છ વર્ષના બાળક જેટલી હાઇટનો થાય. તેની પૂંછડી સાથે લંબાઇ માપવામાં આવે તો કુલ ૩ ફુટ અને ૧૧.૨ ઇંચની છે. માઇન કૂન પ્રજાતિના પ્રાણીઓનો સામાન્ય રીતે ચાર વર્ષની વય સુધી શારિરીક ગ્રોથ થતો હોય છે. એ જોતાં આ બિલાડાભાઇ પોતાનો જ રેકોર્ડ તોડશે એવી સંભાવનાઓ છે

(3:42 pm IST)