Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મહિલાએ ૬.૩૦ કિલોના બાળકને નોર્મલ ડિલિવરીથી જન્મ આપ્યો

સામાન્ય બાળક કરતાં બે ગણું મોટું બેબી : ડોકટર વગર જ જન્મ આપ્યો

મોસ્કો તા.૩૦ : એક ચોંકાવનારી ઘટનામાં રશિયાના એક નાનકડા શહેરમાં એક મહિલાએ ૬.૩૦ કિલો વજન ધરાવતા એક બાળકને નોર્મલ ડિલિવરીથી જન્મ આપ્યો છે. આ બાળક સામાન્ય બાળક કરતાં સાઈઝમાં બે ગણું મોટું હતું, છતાં મહિલાએ સિઝેરિયનને બદલે નોર્મલ ડિલિવરી માટે હિંમત કરી હતી.

 

તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, બાળકની માતાએ તેના જન્મ વખતે ન તો કોઈ પેઈનકિલર્સ લીધી હતી કે ન તો કોઈ મેડિકલ મદદ. બાળકની માતાનું નામ બહાર નથી આવી શકયું, પરંતુ હાલ તે હોસ્પિટલમાં દાખલ છે જયાં તેની સારવાર ચાલી રહી છે.

 

ડોકટરોને હાલ એ પણ જાણવા નથી મળ્યું કે, આ મહિલાના શરીરમાં એવી તો શું તકલીફ હતી કે જેના કારણે તેના ગર્ભમાં રહેલા બાળકનું વજન આટલું બધું વધી ગયું. સામાન્ય રીતે જો માને ખૂબ જ ડાયબિટિસ હોય તો તેના ગર્ભમાં રહેલા બાળકનું કદ અને વજન અસામાન્ય રીતે વધી જતા હોય છે.

ડોકટરોને તો એ પણ ડર છે કે, જે બાળકને આ યુવતીએ જન્મ આપ્યો છે તેને પણ ભવિષ્યમાં હેલ્થને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે. ગયા વર્ષે બ્રાઝિલમાં પણ એક મહિલાએ ૫.૭૧ કિલો વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. જેના પછી તેને હોસ્પિટલમાં છ દિવસ સુધી રહેવું પડ્યું હતું.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસની માહિતી અનુસાર, અત્યાર સુધી જન્મ સમયે સૌથી વધુ વજન હોવાનો રેકોર્ડ ઈટાલની એક બાળકના નામે નોંધાયો છે. આ બાળકનો જન્મ ૧૯૫૫જ્રાક્નત્ન થયો હતો, અને તે જન્મ્યું ત્યારે તેનું વજન ૧૦.૨૦ કિલો હતું.

વધારે વજન ધરાવતા બાળકોને ખભાની તકલીફ પણ થઈ શકે છે, કારણકે તેમનો જન્મ થવાનો હોય ત્યારે પોતાના કદને કારણે તે માતાના બે હાડકાં વચ્ચે ફસાઈ જાય છે, અને બહાર નથી આવી શકતા. કેટલાક કિસ્સામાં તો તેમના ખભાના કે હાથના હાડકાં પણ તૂટી શકે છે.

(4:53 pm IST)