Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

જીભ થીજી ગઇઃ ગટરનું ઢાંકણુ ચાટવા જતાં ઠંડીને કારણે શ્વાનની

મોસ્કો  તા.૩૦ : રશિયામાં ઠંડીનો પારો માઇનસ ૧૭ પર પહોંચે ત્યારે મેટલના સંંસર્ગમાં આવતી ચીજો એના પર થીજીને ચોટી જતી હોય છે. એને કારણે તાજેતરમા રશિયાના વ્લાડિવોસ્ટોક ગામમાં એક શ્વાનની હાલત કફોડી થઇ ગઇ હતી. એક ડોગી ગટરના ઢાંકણાને ચોટવા  ગયો અને એ ઢાંકણામાંના કાણામાં એની જીભ ફસાઇ ગઇ. હકીકતમાં વાતાવરણની ઠંડીને કારણે જીભ એ કાણામાં થીજી ગઇ હતી. ડોગી જીભ છોડાવવા માટે શરીરને પાછળની તરફ ખેંચીને ઘણુ જોર કરી રહયો હતો. પણ કંઇ કારગર નહોતું થતુ. એવામાં ત્યાંથી પસારથતાં એક ભાઇની એની મદદે આવે છે એને જીભ પર પાણી રેડીને સહેજ ગરમાવો આપવાની કોશિશ કરે છે. જેથી જીભ છુટી પડે. લગભગ બે ચાર બોટલો લગાતાર રેડયા પછી જીભ સરળતાથી બહાર આવી જાય છે. આ વિડિયો સોશ્યલ નેટવર્કિગ સાઇટસ પર વાઇરલ થયો છે.

(11:39 am IST)