Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

હોંગકોંગમાં નાવડીથી દેશ છોડીને ભાગવાનો પ્રયત્ન કરી રહેલ 10 લોકો વિરુદ્ધ અદાલતમાં કાર્યવાહી શરૂ

નવી દિલ્હી:હોંગકોંગમાં નાવડીની મદદથી દેશ છોડીને ભાગવાનો પ્રયત્ન કરી રહેલ 10 લોકો વિરુદ્ધ અદાલતી કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શેનજેનમાં જાહેર કરવામાં આવેલ અભિયોગ પત્રના અનુસાર બચાવ પક્ષ પર ગેરકાનૂની રીતે સીમા પાર કરવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે જયારે બે શખ્સ પર આ યોજના બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શેનજેનમાં યાનતીઆન જિલ્લા જન અદાલતે જણાવ્યું છે કે સોમવારના રોજ બપોરના સમયે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તે હજુ સુધી ચાલી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે. હોંગકોંગમાં ચીનના નવા સુરક્ષા કાનૂન અમલ  આવ્યા પછી આ વાતની આશંકા પ્રબળ થઇ ગઈ છે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ થઇ શકે છે. 

(5:43 pm IST)