Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ચીન માટે વરદાન રૂપ સાબિત થઇ કોરોના મહામારી:2028 સુધીમાં ચીનની ઈકોનોમી અમેરિકાને આંબી શકવાનો દાવો

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે દુનિયાના અર્થતંત્રો હચમચી ગયા છે. વાયરસનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન અને ઇમરજન્સી જેવા પગલાઓ ભરવાથી દુનિયાના મેન્યૂફેકચરિંગ અને સર્વિસ સેકટર પર ખૂબજ વિપરિત અસર થઇ છે. ઉધોગ ક્ષેત્રે નોકરીઓ ઘટવાથી કરોડો લોકો બેકાર થયા છે. ભારતમાં જીડીપીનો આંક પ્લસમાં હતો તે માઇનસમાં આવી ગયો, યૂરોપ અને અમેરિકાના અર્થતંત્રને ખૂબજ માર પડયો છે. તેમ છતાં નવાઇની વાત તો એ છે કે કોરોના મહામારી ચીન માટે વરદાન સાબીત થઇ છે. વર્તમાન વર્ષની શરુઆત સાથે જ ચીનના ટોપ પાંચ આર્થિક શહેરમાં ગણાતા વુહાનમાંથી કોરોના વાયરસ ફેલાયો હતો તેમ છતાં થોડાક દિવસોમાં જ વુહાન અને ચીનનું અર્થતંત્ર પાટા પર ચડી ગયું હતું. અમેરિકા જેવી મહાસત્તા કોરોનાનું સંક્રમણ રોકી શકી નહી પરંતુ ચીનમાં અચાનક જ કોરોના સંક્રમણ અટકી ગયું હતું. લોકડાઉન પણ ઝડપથી ઉઠાવી લેવામાં આવ્યું હતું.

(5:43 pm IST)