Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા 2021થી ભારતમાં શરૂ કરશે ઇલેક્ટ્રિક કારનું વેચાણ

નવી દિલ્હી: ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા ૨૦૨૧થી ભારતમાં ઈલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં માર્કેટ મળશે પછી કંપની પ્રોડક્શન યુનિટ પણ બનાવશે. ઈલોન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં કારનું વેંચાણ શરૃ કરશે એવી જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કરી હતી. નીતીન ગડકરીએ કહ્યું હતું કે ટેસ્લા ૨૦૨૧થી ભારત ના માર્કેટમાં ઈલેક્ટ્રિક કાર લઈને આવશે.

         ઈલોન મસ્ક પણ ભારતના માર્કેટ અંગે ટ્વિટરમાં જણાવતા રહે છે. ઈલોન મસ્કે થોડા સમય પહેલાં કહ્યું હતું કે ભારતમાં સ્થાનિક સ્તરેથી ૩૦ ટકા મટિરિયલ ઉપલબ્ધ બનવાનું હતું, પણ તે સમયસર ઉપલબ્ધ ન બનતા ભારતમાં આવવાનો પ્લાન પાછળ ઠેલાયો છે. દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ભારતમાં વહેલા મોડું યુનિટ પણ સ્થાપશે. ૨૦૨૧થી ટેસ્લા કારનું વેચાણ શરૃ કરશે ત્યારે ૩ મોડેલ લોંચ કરે એવી શક્યતા છે. વર્ષની શરૂઆતમાં પ્રી બુકિંગ થશે અને વર્ષના અંત સુધીમાં ગ્રાહકોને ડિલિવરી મળશે.

(5:42 pm IST)