Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

2020 દરમ્યાન ક્લાઇમેન્ટ ચેંજથી વિશ્વને થશે 735 અબજ ડોલરનું નુકશાન:સંશોધન

નવી દિલ્હી: વર્ષ 2020 દરમિયાન પર્યાવરમીય આફતોથી જગતને કેટલું નુકસાન થયું એ અંગેનો કાઉન્ટિંગ ધ કોસ્ટ - અ યર ઓફ ક્લાઈમેટ બ્રેકડાઉન રજૂ થયો છે. એ પ્રમાણે વર્ષ દરમિયાન ભારતમાં આવેલા આક્રમક પુરથી દેશને અંદાજે 10 અબજ ડૉલર (અંદાજે રૂપિયા 735 અબજ) નું નુકસાન થયુ છે.

આ રિપોર્ટમાં વિશ્વની ઘાતક દસ પર્યાવરણીય આફતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે આફતથી ઓછામાં ઓછું 1.5 અબજ ડૉલરનું નુકસાન થયું હોય તેનો આ રિપોર્ટમાં સમાવેશ થયો છે.લંડન સ્થિત ચેરિટી સંગઠન ક્રિશ્ચિયન એઈડ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટ પ્રમાણે ક્લાઈમેટ ચેન્જથી સર્જાયેલી ટોપ-10 આફતથી જગતને આખા વર્ષમાં 140 અબજ ડૉલર કરતા વધારે નુકસાન થયું છે.

(5:41 pm IST)