Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ઓએમજી..... કોરોના દર્દીઓમાં જોવા મળ્યા હવે અજૂગતા લક્ષણો

નવી દિલ્હી: હાલ સુધી કોરોના વાયરના લક્ષણમાં સ્વાદ અને ગંધનો અનુભવ નહી થવાનું જાણવા મળતું હતું પરંતુ હવે કોરોના વાયરસથી સંક્રમિત દર્દી માછલીની કે અન્ય વસ્તુની અનુભવી શકે છે. આવો ડાવો યુકેના ઈએન્ડટી સર્જન નિર્મલકુમાર દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતને એક અસામાન્ય સાઈડ ઈફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તેને પેરોસ્મિયા કહેવામાં આવે છે. જેમાં સુંઘવાની શક્તિ નથી રહેતી. સામાન્ય રીતે આ લક્ષણ યુવાઓ અને હેલ્થવર્કર્સમાં મળી રહ્યા છે. કુમારનું કહેવું છે કે, આ કોરોનાના અજીબને જુદા જ લક્ષણો છે.

         ડોક્ટર કુમાર માર્ચમાં અગાઉ શોધાયેલા કોરોનાના લક્ષાણો શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કુમારે સ્થાનિક ન્યૂઝના જણાવ્યા અનુસાર લાંબા સમયથી એનોસ્મિયાની સારવાર ચાલી રહી છે. કોરોના હજારો દર્દીઓ માટે કેટલા પેરોસ્મિયાણો અનુભવ કર્યો છે. જેમાં દર્દીઓની સૂંઘવાની શક્તિ જતી રહે છે જ્યારે કેટલાક દર્દીઓને તીવ્ર દુર્ગંધ આવી રહી છે અને એજ રીતે પરેશાની અનુભવી રહ્યા છે.

(5:40 pm IST)