Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સ્પેનિશ કંપનીએ બનાવ્યું વાઇન ફલેવરનું પાણી, જેમાં આલ્કોહોલ જરા પણ નથી

લંડન તા ૨૯ :થર્ટી ફર્સ્ટની પાટીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દારૂના રસિયાઓને પીવાની બહુ ઉત્સુકતા હશે. જોકે જે લોકો દારૂ નથી પીતા અને હજીયે પીવા નથી માગતા એવા લોકો કાં તો પાર્ટીમાં જવાનું ટાળશે, કાં પછી પાર્ટીમાં કોઇ તેમને ભુલથી કશું પીવડાવી ન દે એ માટે ચિંતીત હશે. સ્પેનના ગેલિસિયા વિસ્તારમાં આવેલી એક વાઇનરીએ જેમાં એક  ટકાભાર પણ આલ્કોહોલ ન હોય અને છતાં વાઇન જેવી ફલેવર હોય એવું પાણી તૈયાર કર્યુ છે. વિડા ગેલેરિયા નામનું આ પાણી શોધવા માટે બે વર્ષથી બોડેગા લિકિવડો ગેલેસિયા વાઇનરી અ ને સ્ટેટ એજન્સી ઓફ હાયર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક રિસર્ચના સાયન્ટિસ્ટો મથી રહ્યા હતા. આ પાણી દેખાવમાં તેમ જ ટેસ્ટમાં વાઇન જેવું જ દેખાય છે, પરંતુ એમાં જરાય આલ્કોહોલ નથી. એમાં બહુ જ ઓછી કેલરી હોવાથી એને પાણી જ ગણવામાં આવ્યું છે. સાયન્ટિસ્ટોએ વાઇન બનાવવાની પ્રક્રિયા દરમ્યાન પેદા થતાં કેટલાક દ્રવ્યો અને દ્રાક્ષને રંગ આપતાં રંજકદ્રવ્યોમાંથી આ નવુ પીણું તૈયાર કર્યુ છે, જેની ફોર્મ્યુલા સિક્રેટ રાખવામાં આવી છે. ફલેવનોલ્સ પ્રકારનાં રંજકદ્રવ્યો એક પ્રકારના એન્ટિ-ઓકિસડન્ટ્સ ધરાવતા હોવાથી આ પાણીના અનેક હેલ્થ-બેનિફિટ્સ પણ છે. આ વાઇન ફલેવર્ડ પાણી વિવિધ રંગમાં મળે છે. (૩.૫)

(3:49 pm IST)