Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

મિલ્કત મામલે ઓસ્ટ્રેલિયામાં મહિલાની હત્યા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા શહેરમાં મિલ્કત મામલે 41 વર્ષીય મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી.પોલીસ તથા પેરામેડિકલ અધિકારી અંદાજે 4 વાગે કેન્ટનમાં લેવેંડર શેરીમાં એક ઘરમાં ગયા ત્યાં મહિલા પર હુમલો થયાનો બનાવ બન્યો હતો. હુમલામાં મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. પેરામેડિકલ અધિકારીઓએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો પણ મહિલાને બચાવી ના શક્યા, મામલા 44 વર્ષીય વ્યક્તિ પર હત્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(7:22 pm IST)