Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

વાયુપ્રદૂષણથી વૃદ્ધોમાં વહેલું મૃત્યુ થવાની શકયતા વધુ

ન્યુયોર્ક તા.૨૯: જર્નલ ઓફ અમેરિકન મેડિકલ અસોસિએશન (JAMA)માં પ્રકાશિત અભ્યાસ મુજબ પ્રદૂષણકારી સૂક્ષ્મ કણો અને ઓઝોનના ઓછા પ્રમાણમાં અને ટૂંકા ગાળા માટે સંસર્ગથી વૃધ્ધોમાં સમય પૂર્વે મૃત્યુની શકયતા વધે છે. વાયુ પ્રદૂષણને કારણે વૃધ્ધાવસ્થામાં સમય પૂર્વે મૃત્યુનું જોખમ ઓછી આવક ધરાવતા લોકો, મહિલાઓ અને ગોરા ન હોય એવા લોકોમાં વિશેષ હોય છે. પ્રદૂષણનો ટૂંકા ગાળાનો સંસર્ગ અને મૃત્યુની શકયતા વિશે આ સૌથી વધારે વિસ્તૃત અભ્યાસ ગણાય છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યા પ્રમાણે લોકો શહેરમાં, ઉપનગરોમાં કે ગામડામાં વસતા હોય એનાથી કોઇ ફેર પડતો નથી. એ બધા પ્રદૂષણના સંસર્ગમાં આવે તો જોખમ તોળાયેલું રહે છે.

અભ્યાસ કરનારાઓએ પ્રદૂષણના રોજિંદા સંસર્ગનો અભ્યાસ કર્યો હતો. સંશોધનકારોએ અમેરિકાા ૯૩ ટકા પોસ્ટલ ઝિપ કોડ ક્ષેત્રોમાં ૧૩ વર્ષથી વધારે વખત (૨૦૦૦-૧૦૧૨)થી રહેતા મેડિકેર હેઠળના લોકોને અભ્યાસમાં આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસના ગાળામાં ૨.૨૦ લાખ લોકો મૃત્યુ પામ્યા હોવાનું સંશોધનકારોએ જણાવ્યું હતું.

(9:56 am IST)