Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

દુનિયાનો સૌથી મોટો આઇસબર્ગ ખસી જતા વૈજ્ઞાનિકો હચમચી ગયા

નવી દિલ્હી: હાલ વિકાસના નામે માનવી સદીઓથી પ્રકૃતિને નુકશાન પહોંચાડી રહ્યો છે. જેના કારણે હવે માનવી પ્રદૂષિત હવા, પ્રદૂષિત પાણી, કલાઈમેટ ચેન્જ વગેરેનો ભોગ બની રહ્યો છે. હાલ કલાઈમેટ ચેન્જના કારણે લોકો ઝાળવી ઋતુ પરિવર્તન, અતિવૃષ્ટિ, સખત ગરમી, તેમજ દરિયાની સપાટી ઉંચી આવવી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. કારણ કે 37 વર્ષ પછી એન્ટાર્કટિકામાં કંઈક એવું થઈ રહ્યું છે જે પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. તો જાણીએ વિશ્વના સૌથી મોટા આઇસબર્ગના ખસવાની બાબત વિગતવાર. આ વાતની શરૂઆત વર્ષ 1986માં એન્ટાર્કટિકામાંથી એક આઇસબર્ગ તૂટી પડ્યો હતો, જે આઇસબર્ગ A23a તરીકે જાણીતો છે. આ આઇસબર્ગ દેશની રાજધાની દિલ્લી કરતા ત્રણ ગણો મોટો હતો. જો કે, તૂટ્યા પછી, આ આઇસબર્ગ તેની જગ્યાએ સ્થિર હતો. પરંતુ હવે 37 વર્ષ બાદ તેમાં હલચલ જોવા મળી રહી છે. એટલે કે તે પોતાની જગ્યાએથી સરકીને સમુદ્ર તરફ આગળ વધી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ આટલા મોટા આઇસબર્ગ સાથે આવું કંઈ થતું જોયું ન હતું. વૈજ્ઞાનિકો તેની હિલચાલને લઈને ચિંતિત છે, કારણ કે તે માત્ર પ્રાણીઓને જ નહીં પરંતુ માણસોને પણ અસર કરશે. રિપોર્ટ અનુસાર આ આઇસબર્ગથી સૌથી વધુ નુકશાન જોર્જિયાને થશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આવનારા સમયમાં આ આઇસબર્ગના પીગળવાની ઝડપ વધી શકે છે, આવી સ્થિતિમાં જો તે તૂટ્યા વગર જ સીધો જ્યોર્જિયા દ્વીપ સાથે અથડાશે તો તે આખા ટાપુને વિનાશ તરફ દોરી શકે છે. જો કે, મોટી સંભાવના એ છે કે આ આઇસબર્ગ અધવચ્ચે તૂટીને દરિયામાં ભળી જશે. પરંતુ આના કારણે દરિયાનું સ્તર ચોક્કસ વધી જશે. વૈજ્ઞાનિકો પહેલા જ કહી ચુક્યા છે કે આવનારા વર્ષોમાં દરિયા કિનારે વસેલા શહેરોનું અસ્તિત્વ જોખમમાં છે.

(6:02 pm IST)