Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ અફઘાની યુવતીઓએ આધુનિક શિક્ષણની કરી માંગ

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજ બાદ દેશની આર્થિક તેમજ સામાજિક હાલત ખુબજ ખરાબ થઇ ગઈ છે તાલિબાનના સતામાં આવવાથી આવક એકદમ બંધ થઇ ગઈ છે ત્યારે મહિલાઓની સાથે તાલિબાને હિટલરી શાસન શરૂ કર્યું છે તાલિબાનની મહિલાઓ પર અનેક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે એમાંથી એક છે શિક્ષા પર પ્રતિબંધ.આ માટે થઈને ફારાહના દક્ષિણ પશ્ચિમ પ્રાંતમાં અફઘાની યુવતીએ તાલિબાન સમક્ષ ફરીથી ગર્લ્સ શાળા ખોલવા અને યુવતીઓને આધુનિક શિક્ષણ આપવાની માંગ રાખી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:49 pm IST)