Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ચીને ખતરનાક હાઇપર સોનિક એંજીનનું પરીક્ષણ કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ચીને હમણાં જ એવા 'હાઈપર-સોનિક' એન્જિનનું પરીક્ષણ કર્યું છે કે જે ફાયટર-જેટ-પ્લેનને આશ્ચર્યજનક ગતિ આપી શકે છે. તેની વિશિષ્ટતા તે છે કે તેમાં ગતિ તેજ હશે પરંતુ અવાજ ઓછો હશે. કોઈ ફાયટર-જેટ-સાઉન્ડ-બેરિયર તોડે છે. ત્યારે જોરદાર 'સોનિક-બૂમ' થાય છે. પરંતુ આ જેટમાં તે 'સોનિક-બૂમ' સિવાઈ અન્ય કોઈ ધ્વનિ સંભળાશે નહીં. તેનું કારણ તે છે કે તેમાં તે એન્જિનમાં પારંપરિક હાઈડ્રોજન ફ્યુએલને બદલે એવિએશન-કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે.ઉલ્લેખનીય તો તે છે કે હજી સુધી એવી ટેકનિક બની જ હતી કે જેમાં કોઈ ડ્રાઈવર-પ્લેન આટલી ઝડપે ઊડી શકે, અને જો ઊડે તો તે ફાટી જાય. પરંતુ ચીનનો દાવો છે કે તેનું આ જે-એફ-૧૨ પ્રકારનું ફાઇટર જેટ કલાકના ૧૧,૧૧૩ કિલોમીટરની ઝડપે ઉડશે. તો પણ સહી-સલામત રહેશે.આ એન્જિનનું નામ છે ''કેરોસીન-બેઝ-ડીટોનેશન-એન્જિન''. તે ફાઇટર જેટને આગળ ધપાવવા માટે 'શોક-વેવ્ઝ'ની સીરીઝ બનાવે છે. આ શૉક-વેવ્ઝ-સીરીઝ તેની વિશિષ્ટ પ્રકારની ચેનલમાં ઈંધણની તેજ ગતિને લીધે ઉપસ્થિત થાય છે.હાઈડ્રોજનના પ્રમાણમાં કેરોસીન ઘણું બળે છે પરંતુ તે માટે મોટા ચેમ્બરની જરૂર પડે તેમ છે. જે હાઈડ્રોજનની તુલનામાં ૧૦ ગણી મોટી હોય ત્યારે આ એન્જિન 'મેક-૯'ની ગતિ અને શક્તિ પ્રદાન કરી શકે છે, ચાઈનીઝ એકેડેમી ઓફ સાયંસીઝની ઈન્સ્ટીટયુટ ઓફ મિકેનિક્સના લિયુ યુનહેંગ અને તેમની ટીમે તેનું સફળ-ટેસ્ટિંગ પણ કર્યું છે. તેમણે ૨૦૧૨ થી ૩ પ્રકારનાં એન્જિનનું સફળ પરીક્ષણ પણ કર્યું છે. બેજિંગથી દિલ્હી ૩,૭૯૧ કિ.મી. દૂર છે. તે અંતર આ જેટ ૨૦ મીનીટમાં જ ફાવી શકે તેમ છે.

(5:49 pm IST)