Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જર્મન-ડચ સહેરોવાળા થીમ પાર્ક્સમાં 30 વર્ષ બાદ ફરીથી લોકો નીકળ્યા ફરવા

નવી દિલ્હી: બે વર્ષથી કોરોનાકાળમાં જાપાની પર્યટકો વિદેશ ફરવા નથી જઇ શકતા. એવામાં 30 વર્ષ અગાઉ બનેલા જર્મન, ડચ, બ્રિટિશ અને અમેરિકી શહેરોવાળા થીમ પાર્ક્સમાં ફરી રોનક જોવા મળી રહી છે. નાગાસાકીમાં બનેલા ડચ શહેરમાં ટ્યૂલિપ્સ તથા વાસ્તુકલાનો નજારો જોવા મળે છે. 200 હેક્ટરમાં ફેલાયેલા આ ડચ થીમ પાર્કમાં 2 વર્ષમાં લાખો પર્યટકો આવી ચૂક્યા છે.

હૉશ ટેન બૉશ નામનું આ થીમ પાર્ક જાપાનનું એકમાત્ર વિદેશી શહેર નથી. જાપાનના ચીબા પ્રાંતમાં જર્મન શહેર, માઇ પ્રાંતમાં સ્પેનિશ શહેર, ફુકુશિમા પ્રાંતમાં બ્રિટિશ શહેર અને ઓકીનાવા પ્રાંતમાં અમેરિકી શહેરોની પ્રતિકૃતિઓ છે. કોરોનાકાળ અને ઓછા બજેટને કારણે વિદેશ ન જઇ શકતા જાપાની પર્યટકો માટે આ શહેરો પરફેક્ટ ડેસ્ટિનેશન સમાન છે. આવું જ એક થીમ પાર્ક ચલાવતા નાઉકો કુરુસાવા કહે છે કે જાપાનીઓ વિદેશ ભલે ન જઇ શકે પણ વિદેશી શહેરો તો જાપાન આવી શકે ને? વિદેશી શહેરોની રેપ્લિકામાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ગોલ્ફ કોર્સ, બિગ વ્હીલ અને જે-તે દેશની મશહૂર ચીજો બનાવાઇ છે. આ થીમ પાર્ક્સમાં જે-તે દેશની સંસ્કૃતિની ઝલક પણ દર્શાવાઇ છે. તે દેશનું ભોજન પણ પીરસાય છે.

(5:43 pm IST)