Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બ્રિટનની આઠ વર્ષની બાળકી બની વર્ષની સૌથી અવ્યવસ્થિત છોકરી

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે બ્રિટનના અસંખ્ય વાલીઓએ તેમનાં બાળકોની અસ્તવ્યસ્ત રૂમના આદ્યાતજનક ફોટો મોકલાવ્યા હતા

લંડન,તા. ૨૯: શું તમારું બાળક તેની રૂમ અસ્તવ્યસ્ત રાખે છે? તો હવે તેને માટે પણ સ્પર્ધા યોજાય છે. જુઓ કદાચ તેનો નંબર લાગે કે પછી આવી સ્પર્ધામાં ભાગ લેતાં તેને શરમ આવે અને તે રૂમ વ્યવસ્થિત રાખતાં શીખી જાય. કાંઈ પણ થાય, તમારે માટે તો એ ફાયદાકારક જ રહેશે. બ્રિટનમાં હેપિ બેડ્સ દ્વારા સૌથી અસ્તવ્યસ્ત રહેનાર બાળક માટે રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં બાળકનાં મમ્મી-પપ્પાએ ભાગ લેવાનો હોય છે અને એ માતાપિતા એ પુરવાર કરવામાં સફળ રહે કે તેનું બાળક સૌથી વધુ અવ્યવસ્થિત રીતે જીવે છે, પોતાની રૂમ અસ્વચ્છ અને ગંદી રાખે છે તેને ૪૦૦ યુરો (લગભગ ૩૩૯૮૪ રૂપિયા)નું ઇનામ પ્રાપ્ત થશે. બ્રિટનના ગ્લાસગોમાં રહેતી આઠ વર્ષની એમિલીને તેની સાથેના લગભગ ૧૦૦ કરતાં વધુ સ્પર્ધકોને હરાવીને આ સ્પર્ધાની વિજેતા ઘોષિત કરાઈ છે. એમિલીના પિતા સ્ટીવનું કહેવું છે કે તેમની દીકરી પોતાની રૂમનો ઉપયોગ મોટા ભાગે ચેન્જિંગરૂમ તરીકે કરે છે. તેની રૂમ વ્યવસ્થિત ગોઠવી આપ્યાને માંડ એક અઠવાડિયું વીતે ત્યાં તો ફરી એ રૂમ બોમ્બ-ઝોન જેવી થઈ જાય છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે બ્રિટનના અસંખ્ય વાલીઓએ તેમનાં બાળકોની અસ્તવ્યસ્ત રૂમના આદ્યાતજનક ફોટો મોકલાવ્યા હતા.

(9:57 am IST)