Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વૈજ્ઞાનિકોની સૌથી મોટી શોધ: હવે ઘરે બેઠા થઇ શકશે પ્રોસ્ટેટ કેંસરની તપાસ

નવી દિલ્હી: પ્રોસ્ટેટ કેંસરના દર્દીઓ માટે ખુબજ રાહતના સમાચાર  આવ્યા છે.પહેલા પ્રોસ્ટેટ કેંસરની તપાસ માટે એક જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું તપાસ દરમ્યાન દર્દીને ખુબજ પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થવાનું રહેતું હતું પરંતુ વૈજ્ઞાનિકોએ દિશામાં એક સારી એવી શોધ કરી છે.

                    વૈજ્ઞાનિકોએ એવી નવી વિધિ વિકસિત કરી છે જેની મદદથી ખુબજ સરળતાથી ઘરેબેઠા કેંસરની તપાસ કરી શકાશે વૈજ્ઞાનિકોની નવી શોધથી દર્દીઓને ખુબજ રાહત મળશે અને તેમને દવાખાને જવાની જરૂર નહીં રહે.

(6:53 pm IST)