Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પાકિસ્તાનના લાહૌરમાં રિક્ષામાં વિસ્ફોટ થતા અફડાતફડી મચી જવા પામી: સાત ઈજાગ્રસ્ત: 2ની હાલત ગંભીર

નવી દિલ્હી: પાકિસ્તાનના લાહૌરમાં એક શહેરમાં આજ રોજ એક રિક્ષામાં વિસ્ફોટ થવાની ખબર સામે આવતા અફડાતફડી મચી જવા પામી છે. ઘટનામાં સાત લોકોને ગંભીર  રીતે ઇજા પહોંચી છે જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે રીક્ષા પર લગભગ 2 કિલોના વિસ્ફોટની સામગ્રી હતી વિસ્ફોટ સ્થળ પર બાલ બિયરિંગ્સની સામગ્રી પણ મળી આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:50 pm IST)
  • 2020માં નવા વર્ષમાં ચુડામણી સૂર્યગ્રહણ : 21મી જૂને થનાર સૂર્યગ્રહણ ચુડામણી ગ્રહણ નામથી ઓળખાશે :જયારે કોઈ ગ્રહણ રવિવારે થાય ત્યારે તેને ચુડામણી ગ્રહણ કહેવાય છે : 2019માં ત્રણ સૂર્યગ્રહણ થયેલ : હવે આવનાર વર્ષ એટલે કે 2020માં બે સૂર્યગ્રહણ થશે : પહેલું 21મી જૂને અને બીજું 14 ડિસેમ્બરે થશે access_time 11:45 pm IST

  • નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના એકિઝકયુટિવ ચેરમેન તરીકે રીટાયર જસ્ટિસ એન,વી, રામનાની રાષ્ટ્રપતિએ વરણી કરી છે access_time 9:20 pm IST

  • ઈરાકના પાટનગર બગદાદ અને અન્યત્ર છેલ્લા બે મહિનાથી હજારો દેખાવકારો સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. ત્યારે સરકારી સલામતી દળો એ ચોવીસ કલાકમાં 40 સરકાર વિરોધી દેખાવકારોને ગોળીયે દીધા હોવાનું જાણવા મળે છે. access_time 1:00 am IST